મોરબી: શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ બાવા અહેમદશાની મસ્જિદ ખાતે 29/03/2026ના રોજ એક નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા આયોજિત આ 224માં કેમ્પમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ કરી રાહત આપવામાં આવી હતી.આ કેમ્પનું આયોજન જયંતીભાઈ જેરાજભાઈ શેરશિયાના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન જયંતીભાઈ શેરશિયાએ ખાસ હાજરી આપી સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી હતી. આ વિસ્તારમાં યોજાતા કેમ્પમાં કાસમભાઈ સંધી દ્વારા હંમેશા સહકાર આપવામાં આવે છે, જેમના પ્રયત્નોથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવારનો લાભ લઈ શક્યા હતા.કેમ્પમાં દર્દીઓનું વજન કરી જરૂરી તપાસ કરવામાં આવી હતી તેમજ જરૂરિયાત મુજબ ફ્રી બ્લડ સુગર ટેસ્ટ અને બીપી ચેક કરી આપવામાં આવ્યું. તપાસ બાદ દર્દીઓને ૩ દિવસની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી. જયસુખભાઈ ભાલોડીયા દ્વારા કુદરતી સારવાર (એક્યુપ્રેશર પોઈન્ટ) દ્વારા વા અને સાંધાના દુખાવાના દર્દીઓને રાહત આપવામાં આવી. આ સેવાકીય કાર્યમાં રશ્મિનભાઈ દેસાઈ, દર્શનબેન ત્રિવેદી અને સુદીપ વોરાએ કેમ્પ સહાયક તરીકે ખડેપગે સેવા આપી હતી.#Morbi #MedicalCamp #HealthCheckup #MorbiUpdate #Service #FreeMedicalCamp #KalikaPlot #MorbiNews