વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન કરતા માફિયાઓ પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કામગીરીમાં કુલ રૂ. ૪ કરોડ ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્ત રાય, મોરબી પોલીસ અધિક્ષક એમ.એન.પટેલ અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા દ્વારા ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા અને સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. આ હકીકતની જાણ મોરબી ખાણ ખનીજ વિભાગને કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની ટીમોએ ઘટનાસ્થળે સંયુક્ત રેડ પાડી હતી.આ સ્થળ પરથી પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છેડમ્પર (રજિસ્ટ્રેશન નંબર GJ-36-X-9153), ખનીજ મુદ્દામાલ સહિત - કિંમત રૂ. ૩,૦૦,૦૦,૦૦૦ ડમ્પર (રજિસ્ટ્રેશન નંબર GJ-36-X-8804) - કિંમત રૂ. ૩૦,૦૦,૦૦૦ ડમ્પર (રજિસ્ટ્રેશન નંબર GJ-36-V-9949) - કિંમત રૂ. ૩૦,૦૦,૦૦૦ એક્સ્કેવેટર (EXCAVATOR મોડલ નં-SY210-C-9, સિરિયલ નં- 23SY210C001694) - કિંમત રૂ. ૫૦,૦૦,૦૦૦ આમ, પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૪,૧૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા, સર્વેલન્સ ટીમ અને મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ વગેરે જોડાયા હતા.#Morbi #Wankaner #MorbiPolice #IllegalMining #CrimeNews #MorbiUpdate #GujaratPolice