યુવાનની આંખમાં પથ્થર મારી અને અન્ય બે લોકોને ધોકા વડે માર મારી ફ્રેક્ચર કરી દેવાતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયોમોરબી ક્સ મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામે સગપણ તોડવા બાબતે મારામારીનો બનાવ બન્યો છે. આ મામલે સલાટવાસમાં રહેતા અબ્દુલભાઈ કાળુભાઇ ભરવાડીયા (ઉ.વ.૪૦) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.બનાવની ટૂંકી વિગત મુજબ, ફરિયાદી અબ્દુલભાઈ તથા આરોપી મહમદભાઇના દીકરા-દીકરીનું સામસામુ સગપણ કરેલ હતું, જે ત્રણ-ચાર દિવસ પહેલા તોડી નાખવામાં આવ્યું હતું. આ બાબતની દાઝ રાખીને ગત તારીખ ૨૭/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રીના પોણા બારેક વાગ્યાના અરસામાં જાંબુડીયા ગામે મકનસર ચોકી પાસે હુમલો કરવામાં આવ્યો હતો.આરોપી ભોલાભાઈ બાબુભાઈ સલાટ દ્વારા ફરિયાદીને પથ્થર મારી ડાબી આંખમાં ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત વચ્ચે પડેલા સાહેદ સંજયભાઈ તથા રાહુલભાઈને આરોપી ભોલાભાઈ બાબુભાઈ સલાટ, મહમદભાઇ બાબુભાઇ સલાટ, કિશન અજીતભાઈ સલાટ અને નવઘણ ઉર્ફ કાળુ મહંમદભાઈ સલાટ (રહે. બધા રફાળેશ્ર્વર પાનેલીરોડ) દ્વારા ધોકા વડે શરીરે મુંઢ ઈજાઓ કરવામાં આવી હતી. જેમાં હુમલાખોરોએ સાહેદ સંજયભાઈને મોઢાના ભાગે ફ્રેક્ચર કરી દીધું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૨), ૫૪ તથા જી.પી એકટ કલમ-૧૩૫ મુજબ અને જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #CrimeNews #MorbiPolice #MorbiUpdate #GujaratNews