મોરબી: મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા અહિંસાના પ્રણેતા પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2624માં જન્મ કલ્યાણકની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવિવારે યોજાયેલા 'સપના સોહામણાં વીરના વધામણાં' કાર્યક્રમમાં શ્રાવકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ગઈકાલે તા. 29/03 ને રવિવારના રોજ સોની બજાર સ્થિત જૈન સંઘમાં આયોજિત કાર્યક્રમમાં 14 સ્વપ્નાની ઉછામણી કરવામાં આવી હતી. આ અવસરે દાતાઓનો પ્રવાહ વરસી પડ્યો હતો અને કુલ 16,16,000 રૂપિયાની ઉછામણીની રકમ એકત્રિત થઈ હતી. સ્થા. જૈન સંઘ સોની બજારના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો મોટો ઉમંગ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. આ સાથે જ ગઈકાલે પ્રથમ વખત 553 આયંબિલની ઓળી પણ સંપન્ન થઈ હતી.31 માર્ચ, મંગળવારે ભવ્ય શોભાયાત્રાઆવતીકાલે તા. 31 ને મંગળવારના રોજ દરબાર ગઢ ખાતેથી સવારે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રામાં ભગવાન મહાવીર સ્વામીની મોટી છબી, ચાંદીનો રથ, 14 સ્વપ્ન રત્ન, બગી અને ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. જૈન બેન્ડના સૂરો સાથે નીકળનારી આ યાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે. બાળાઓ માથે કળશ ધારણ કરશે અને બાળકો ધર્મધ્વજ સાથે જોડાશે. રસ્તામાં લાઈવ રંગોળી, લકી ડ્રો કૂપન અને પ્રભાવનાનું વિતરણ પણ કરવામાં આવશે.શોભાયાત્રાનો રૂટ અને વ્યવસ્થાશોભાયાત્રા દરબાર ગઢ દેરાસરજીથી પ્રારંભ થઈ ગ્રીન ચોક, નેહરુગેટ, સાવસર પ્લોટ અને વસંત પ્લોટ થઈને બોયઝ હાઈસ્કૂલ ખાતે પહોંચશે, જ્યાં તે ધર્મસભામાં પરિવર્તિત થશે. સમગ્ર રૂટ પર ઠંડા પાણી, શરબત, છાશ અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.ધર્મસભામાં મંગલ પ્રવચનબોયઝ હાઈસ્કૂલ ખાતે યોજાનારી ધર્મસભામાં ગચ્છાધિપતિ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી 'મારા મનના મહાવીર, મારા મન માં મહાવીર' વિષય પર પ્રેરણાદાયી મંગલ પ્રવચન આપશે. મોરબીના તમામ જૈન અગ્રણીઓએ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખી આ શોભાયાત્રામાં જોડાવા અનુરોધ કર્યો છે.#Morbi #MorbiUpdate #MahavirJayanti #JainSamaj #ReligiousNews #SoniBazar #Bhavyashobhayatra #Ahims