શોભાયાત્રા શાંતિપૂર્ણ અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે યોજવાનો સંકલ્પમોરબી : ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની આગામી 135મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગતરોજ સમાજના અગ્રણીઓ અને ભાઈઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શોભાયાત્રાના રૂટ અને શિસ્તબદ્ધ ઉજવણી અંગેના નિર્ણયો લેવામાં આવ્યા હતા.રેલવે સ્ટેશન રોડ બંધ હોવાથી રૂટમાં ફેરફારદર વર્ષે આ મુખ્ય રેલી રેલવે સ્ટેશન રોડ સ્થિત સમાજવાડીથી શરૂ કરવામાં આવતી હતી, પરંતુ હાલમાં ત્યાં રોડનું કામ ચાલતું હોવાથી આ વર્ષે રૂટમાં ફેરફાર કરાયો છે. આગામી તારીખ 14/04/2026ના રોજ સવારે 09:00 કલાકે વી.સી. ફાટક, વી.સી. હાઈસ્કૂલ ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. જે ગેસ્ટ હાઉસ રોડ, ત્રિકોણ બાગ અને નગર દરવાજા ચોક થઈને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા (સ્ટેચ્યુ) ખાતે પૂર્ણ થશે.પર્યાવરણ જાળવણી અને શિસ્ત માટે લેવાયા મહત્વના નિર્ણયોસમાજ દ્વારા આ શોભાયાત્રા શાંતિપૂર્ણ અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે યોજવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કેટલાક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે: • શોભાયાત્રા દરમિયાન એક પણ ફટાકડો ફોડવામાં આવશે નહીં. • કોઈપણ પ્રકારના કલર ઉડાડવા નહીં કે સાથે લાવવા નહીં. • બાઈક કે બુલેટના સાયલેન્સરથી મોટા અવાજો કરી ઘોંઘાટ કરવો નહીં. • રેલીમાં કોઈપણ પ્રકારના હથિયાર સાથે લાવવા પર પ્રતિબંધ રહેશે.અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના બંધુઓ દ્વારા આ શોભાયાત્રામાં તમામ સમાજના લોકો, વેપારી મંડળો અને પત્રકાર મિત્રોને બહોળી સંખ્યામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #AmbedkarJayanti #DrBabaSahebAmbedkar #MorbiUpdate #ShobhaYatra #SocialMessage #EnvironmentFriendly #MorbiNews