માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં સ્ટાફની ભારે અછત હોવાની બાબત સામે આવી છે. મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી ઈકબાલ સુભાન સંધવાણી દ્વારા આરોગ્ય કમિશનરને પત્ર લખીને ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ કરવામાં આવી છે.માહિતી અધિકાર (RTI) હેઠળ મળેલી વિગતોને ટાંકીને ઈકબાલ સુભાન સંધવાણીએ કમિશનર (આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર) ને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયા (મિયાણા) CHC આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે એકમાત્ર મોટું આશાકિરણ છે. પરંતુ, હાલમાં આ હોસ્પિટલ ગંભીર સ્ટાફની અછતનો સામનો કરી રહી છે.મુખ્ય રજૂઆત હોસ્પિટલમાં કુલ ૪૬ મંજૂર મહેકમ સામે ૧૯ જગ્યાઓ (આશરે ૪૦%) ખાલી છે.નિષ્ણાત ડોક્ટરો (Specialists) ની ૫ માંથી ૩ જગ્યાઓ ખાલી હોવાથી ગંભીર બીમારી કે અકસ્માતના સમયે દર્દીઓને અન્ય શહેરોમાં રીફર કરવા પડે છે.હેડ નર્સ અને ફાર્માસિસ્ટ જેવી મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી વહીવટી અને દવાની વહેંચણીમાં મુશ્કેલી પડે છે.વર્ગ-૪ ના કર્મચારીઓની અછતને કારણે હોસ્પિટલની સાફ-સફાઈ અને દર્દીઓની માવજત પર માઠી અસર પડી રહી છે.વધુમાં જણાવાયું છે કે માળિયા તાલુકો નેશનલ હાઈવે પર આવેલો હોવાથી અવારનવાર અકસ્માતોના કિસ્સાઓ બનતા હોય છે. આવા સમયે પૂરતો સ્ટાફ ન હોવો એ લોકોના જીવ જોખમમાં મૂકવા સમાન છે. આથી જનહિતમાં માળિયા મિયાણા CHC ખાતે ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક નવી નિમણૂક અથવા બદલીથી સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે.#Morbi #MaliyaMiyana #MorbiUpdate #HealthDepartment #Congress #CHCHospital #MorbiNews