ગાંધીનગર: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યભરમાં પરિક્ષેત્ર વન અધિકારી (RFO), વર્ગ-૨ સંવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીના આદેશમાં મોરબી જિલ્લાના નિયંત્રણ હેઠળની રેંજોમાં પણ ફેરફારો જોવા મળ્યા છે, જેમાં મોરબીમાં ૪ નવા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે ૪ અધિકારીઓની અન્યત્ર બદલી કરવામાં આવી છે.મોરબી ડિવિઝનમાંથી અન્યત્ર બદલી પામેલા RFO● જયદીપસિંહ ચાનુભા જાડેજા: તેઓ અગાઉ મોરબી રેંજ (નોર્મલ) માં ફરજ બજાવતા હતા, જેમની બદલી રાજકોટ (ઉત્તર) વિસ્તરણ રેંજ ખાતે કરવામાં આવી છે.● પ્રદીપસિંહ જોરૂભા જાડેજા: રાજકોટ (ગ્રાસ) રેંજ, મોરબીથી બદલી પામીને ધ્રોલ વિસ્તરણ રેંજ ખાતે મુકાયા છે.● દિપકસિંહ અજીતસિંહ જાડેજા: ગોંડલ રેંજ (નોર્મલ), મોરબીથી બદલી કરીને કાલાવડ વિસ્તરણ રેંજ ખાતે નિમણૂંક અપાઈ છે.● મનુભાઈ મોહનભાઈ ભરવાડ: જસદણ રેંજ, મોરબીથી બદલી પામીને તેઓ માંડલ વિસ્તરણ રેંજ ખાતે ગયા છે.મોરબી ડિવિઝનમાં નિમાયેલા નવા RFO :● ભૂપેન્દ્ર રસિકભાઈ મકવાણા: તેઓ અગાઉ લખતર વિસ્તરણ રેંજમાં ફરજ બજાવતા હતા, જેમની બદલી હવે મોરબી રેંજ (નોર્મલ), મોરબી ખાતે કરવામાં આવી છે.● જગાભાઈ કારાભાઈ આંબલિયા: અગાઉ પાલીતાણા વિસ્તરણ રેંજમાં હતા, તેમને જસદણ રેંજ, મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.● અશ્વિનભાઈ અલાભાઈ ચાવડા: વિસાવદર વિસ્તરણ રેંજમાંથી બદલી કરીને તેમને રાજકોટ (ગ્રાસ) રેંજ, મોરબી ખાતે નિમણૂંક અપાઈ છે. ● અનકભાઈ અલીંગભાઈ મંગાણી: કલ્યાણપુર વિસ્તરણ રેંજમાંથી બદલી પામીને તેઓ ગોંડલ રેંજ (નોર્મલ), મોરબી ખાતે મુકાયા છે.#MorbiUpdate #MorbiNews #RFOTransfer #GujaratForestDepartment #Morbi #NewsUpdate