મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં પ્રાણજીવનભાઈ વનુભાઈ પટેલની વાડીએ ખેતરમાં હલરનું કામ ચાલતું હતું ત્યારે ખેત શ્રમિક પાર્વતીબેન મુકેશભાઈ ડામોરનું માથું હલરમાં આવી જતા કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.