હળવદ : હળવદ શહેરના સરા રોડ પર આવેલ શિવધારા બંગલોઝ સોસાયટીમાં રહેતા દિવ્યબા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ઉ.28 નામના પરિણીતાને તેમના પતિ પૃથ્વીરાજસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે ઘરે મોડા આવવા બાબતે ઝઘડો થતો હોય બોલાચાલી બાદ લાગી આવતા ગઈકાલે મોડી રાત્રે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ મામલે નોંધ કરી તપાસ શરૂ કરી છે.