બે એક્ટિવા મોટર સાયકલ અને વિદેશી દારૂની નાની મોટી 17 બોટલ કબ્જે, ત્રણ આરોપી ફરારમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે શહેરના વાવડી રોડ પર બે અલગ અલગ દરોડામાં એક્ટિવા મોટર સાયકલ પર વિદેશી દારૂ લઈને નીકળેલા ત્રણ આરોપીઓને વિદેશી દારૂની નાની મોટી 17 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી ત્રણ સપ્લાયરના નામ ખોલાવ્યા હતા.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર આવેલ બાપાસીતારામ મઢુલી પાસે શંકાસ્પદ રીતે જીજે - 36 - એકે - 7929 નંબરના એક્ટિવા મોટર સાયકલમાં નીકળેલા આરોપી નવઘણ રઘુભાઈ ડેડાણીયા અને કિરીટ મનજીભાઈ દેત્રોજા રહે.બન્ને મોરબી વાળાઓને વિદેશી દારૂની 180 મીલી માપની 16 બોટલ કિંમત રૂપિયા 1280 સાથે ઝડપી લઈ 50 હજારની કિંમતનું એક્ટિવા કબ્જે લીધું હતું.આરોપીઓએ દારૂની આ બોટલ લાતીપ્લોટના કારા નામના આરોપી પાસેથી લીધી હોવાનું કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં વાવડી રોડ, બાપા સીતારામ મઢુલી પાસેથી જીજે - 36 - એએસ - 5283 નંબરના એક્ટિવા લઈને નીકળેલા આરોપી કિશોરસિંહ ઉદુભા ઝાલા, રહે.પ્રધાનમંત્રી આવાસ મોરબી વાળાને ચેક કરતા એક્ટિવામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 મળી આવી હતી.દારૂની આ બોટલ આરોપી અશોક ડાયાભાઈ પાટડીયા અને વિશાલ અશોકભાઈ પાટડીયા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી 50 હજારની કિંમતનું એક્ટિવા કબ્જે કર્યું હતું.