બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધતી પોલીસહળવદ : હળવદ તાલુકાના માથક ગામે રહેતા યુવાને અગાઉ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય તે બાબતનો ખાર રાખી બે આરોપીઓએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માથક ગામે રહેતા ફરિયાદી કાળુભાઈ ખોડાભાઈ ડાંગરે અગાઉ આરોપી મીતરાજસિંહ હરપાલસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.જેનો ખાર રાખી મીતરાજસિંહ અને હરપાલસિંહ જયવંતસિંહ ઝાલાએ ફરિયાદીને ફોન કરી ગાળો ભાંડી ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.