મોરબી: મોરબીમાં દીકરીએ પિતાની યાદને જીવંત રાખવા અને સમાજસેવાના ઉમદા હેતુ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરી અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના સુપુત્રી હેતલબેન પટેલ (પ્રમુખ, અનસ્ટોપેબલ ગ્રુપ - મોરબી) દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો.સંસ્કાર ઇમેજિંગ સેન્ટરના હોલ ખાતે આયોજિત આ કેમ્પમાં 70 જેટલા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને સ્વ. નરભેરામભાઈ ઉઘરેજાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હેતલબેન પટેલ સાસરે હોવા છતાં દર વર્ષે પોતાના પિતાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન કરીને પિતૃઋણ અદા કરે છે, જે સમાજની દીકરીઓ માટે એક નવી રાહ ચીંધે છે.આ આયોજનને સફળ બનાવવામાં હેતલબેન પટેલ સહિત અનસ્ટોપેબલ ગ્રુપના તમામ ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આ પ્રસંગે હાજર રહી આયોજકો અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો તેમજ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.#Morbi #BloodDonation #SocialWork #UnstoppableGroup #MorbiUpdate #Inspiration #Tribute