મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ પર લોટસ એપાર્ટમેન્ટમાં રહેતા હરેશભાઇ અમરશીભાઈ મોરડીયા ઉ.54 નામના આધેડને કેન્સરની બીમારી હોય ગત તા.28ના સાંજના સમયે અચાનક લોહીની ઉલટી થતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.