મોરબી : વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં ગત તા. ૨૮/૦૨/૨૦૨૬ના રોજથી સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખના કેન્સર) વિરોધી HPV વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને હવે મોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ આ HPV વેક્સિન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ વેક્સિનનો લાભ હાલમાં જે કિશોરીઓએ ૧૪ વર્ષ પૂર્ણ કર્યા હોય અને ૧૫મું વર્ષ ચાલુ હોય માત્ર તેમને જ આપવામાં આવશે. વેક્સિન મેળવવા માટે કિશોરીએ પોતાની જન્મ તારીખ દર્શાવતું અધિકૃત ઓળખપત્ર તેમજ માતાપિતા અથવા વાલીનું સંમતિપત્રક સાથે લાવવાનું રહેશે.નીચે મુજબના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન આ વેક્સિન ઉપલબ્ધ રહેશેશહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ગોકુલનગર: ગોકુલનગર, શનાળા બાયપાસ પાસેશહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – વીસીપરા: ફૂલછાબ કોલોની, વીસીપરાશહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – લીલાપર રોડ: પરષોતમ ચોક, રવાપર રોડશહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સો ઓરડી: જિલ્લા પંચાયત સામે, સો ઓરડીશહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – વાવડી રોડ: આશાપુરા પાર્ક, વાવડી રોડગર્ભાશયના મુખના કેન્સર જેવા ગંભીર રોગથી રક્ષણ મેળવવા માટે લાયકાત ધરાવતી દરેક કિશોરીઓને આ વેક્સિન અચૂક મૂકાવવા અને વેક્સિન અંગેની કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.#Morbi #MorbiUpdate #HPVVaccine #CervicalCancer #MorbiMunicipalCorporation #HealthCare #Vaccination #MorbiNews