મોરબી : વાઘપર (પી.) ગામે આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આગામી હનુમાન જયંતીના પાવન અવસરે સંઘાણી પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમ મુજબ રોકડિયા હનુમાનજી મંદિર - વાઘપર (પી.) મુકામે સંઘાણી પરિવાર દ્વારા તા. 02/04/2026 ને ગુરુવારના રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય 'હનુમંત મહાયજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક ઉત્સવની સાથે સાથે સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહ મિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ પણ યોજાશે.આ શુભ અવસરે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોકડિયા હનુમાનજી ટ્રસ્ટ વાઘપર (પી.) અને વિદ્યાર્થી સન્માન સમિતિ દ્વારા સમસ્ત સંઘાણી પરિવારના સભ્યોને આ મહાયજ્ઞ તથા સમૂહ પ્રસાદમાં સહપરિવાર ઉપસ્થિત રહી લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Vaghpar #HanumanJayanti #SanghaniParivar #StudentAward #ReligiousEvent #MorbiUpdate