મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજકેટ 2026ની પરીક્ષા આજે 29-03-2026ના રોજ મોરબી જિલ્લામાં ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેક્ટર કે. બી. ઝવેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતાના માર્ગદર્શન હેઠળ પરીક્ષાનું સુચારૂ સંચાલન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લામાં કુલ 12 પરીક્ષા કેન્દ્રો પર 110 બ્લોકમાં આ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા માટે કુલ 2156 ઉમેદવારો નોંધાયા હતા. જેમાં ગુજરાતી માધ્યમન 1866 અને અંગ્રેજી માધ્યમના 290 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જાતિવાર વિગતો મુજબ 1192 કુમારો અને 964 કન્યાઓ નોંધાયેલ હતી. ગ્રુપ મુજબ જોતા ગ્રુપ-A માં 946, ગ્રુપ-B માં 1208 અને ગ્રુપ-AB માં 2 ઉમેદવારો નોંધાયા હતા.પરીક્ષાના ત્રણેય સેશનની વિગતવાર વિગતો:1. ફિઝિક્સ/કેમિસ્ટ્રી (સવારનું સેશન):પ્રથમ સેશનમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષામાં કુલ 2156 ઉમેદવારોમાંથી 2127 હાજર રહ્યા હતા અને 29 ઉમેદવારો ગેરહાજર નોંધાયા હતા.2. બાયોલોજી (બપોરનું સેશન):જીવવિજ્ઞાન વિષયની પરીક્ષામાં કુલ 1210 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 1192 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા, જ્યારે 18 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.3. ગણિત (સાંજનું સેશન):અંતિમ સેશનમાં ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી, જેમાં કુલ 948 નોંધાયેલ ઉમેદવારોમાંથી 938 હાજર રહ્યા હતા અને 10 વિદ્યાર્થીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.આ સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન બી. એલ. ભાલોડીયાએ ઝોનલ અધિકારી તરીકેની જવાબદારી સંભાળી હતી. જિલ્લામાં ક્યાંય પણ ગેરરીતિનો કેસ નોંધાયો નથી અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.#Morbi #GUJCET2026 #Education News #MorbiUpdate #ExamResult #GujaratBoard #StudentNews