મોરબી કેન્દ્રના 12 અલગ-અલગ બિલ્ડીંગોમાં 2156 માંથી 2127 વિદ્યાર્થીઓએ હાજરી નોંધાવીમોરબી: રાજ્યભરમાં આજ રોજ ગુજકેટ-2026 (GUJCET EXAM - 2026) ની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે મોરબીમાં પણ આ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે અને હાલ પરીક્ષા ચાલી રહી છે. મોરબી કેન્દ્ર (કેન્દ્ર નંબર: 235) ખાતે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે.ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન (PHYSICS/CHEMISTRY) ના પેપરના હાજર-ગેરહાજર પત્રકની વિગતો સામે આવી છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, મોરબી કેન્દ્રના સ.વ.પ.કન્યા વિધાલય, ધી વી.સી. ટેક. હાઈસ્કુલ, નવયુગ વિદ્યાલય સહિત કુલ 12 જેટલા પરીક્ષા બિલ્ડીંગોમાં કુલ 2156 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 2127 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજરી આપી છે. જ્યારે 29 વિદ્યાર્થીઓ આજના પેપરમાં ગેરહાજર રહ્યા છે.માધ્યમ મુજબ નોંધાયેલા અને હાજર-ગેરહાજર વિદ્યાર્થીઓની વિગત: ● ગુજરાતી માધ્યમ: કુલ 1866 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1851 હાજર અને 15 ગેરહાજર રહ્યા છે.● અંગ્રેજી માધ્યમ: કુલ 290 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 276 હાજર અને 14 ગેરહાજર રહ્યા છે.● હિન્દી માધ્યમ: શૂન્ય (0) વિદ્યાર્થી નોંધાયેલ છે.#MorbiUpdate #Morbi #GUJCET2026 #MorbiNews #Education #GujaratBoard #Exam