મોરબી : માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ દાહોદના વતની રાહુલભાઈ સમીરભાઈ મોહનીયા ઉ.23 નામના યુવાને ગત ૨૦ માર્ચના રોજ વાડીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર હાલતમાં મોરબીની મંગલમ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ગત ૨૭ માર્ચના રોજ મોત નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.