દેશી દારૂનો અડ્ડો ચલાવતી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરી પોલીસની ફરજમાં રુકાવટ કરીમોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રહેણાંકમાં દરોડો પાડી દેશી દારૂનું પીઠું ઝડપી લીધું હતું. દરોડા સમયે બહારથી દારૂ પીવા આવેલ બે શખ્સ સહિત કુલ સાત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.જ્યારે મુખ્ય આરોપી હાથ લાગ્યો ન હતો.પોલીસની કાર્યવાહી સામે દારૂ વેચાણ કરતી મહિલાએ આત્મહત્યા કરવા પ્રયાસ કરતા પોલીસે ફરજ રુકાવટ તેમજ પ્રોહીબિશન એકટ સહિતની કલમ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે વજેપર શેરી નંબર-24માં રહેતા સુરેશ ઉર્ફે સુડો થરેશાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનું પીઠું ઝડપી લઈ બહારથી માણસો બોલાવી દારૂ વેચાણ તેમજ દારૂ પીવાની વ્યવસ્થા કરવા બદલ મનીષાબેન સુરેશભાઈ થરેશા, પ્રિતીબેન રાજુભાઈ આજોલા,દાઉદભાઈ અબ્બાસભાઈ કુરેશી,કલસિંગ અમરભાઈ ખડીયા,હરિસિંહ સંગ્રામસિંહ લુહાર, મહાવીરસિંહ પ્રવિણસિંહ જાડેજા અને આનંદ ડાયાભાઇ સોરઠીયા રહે.મોરબી વાળાને ઝડપી લીધા હતા.જો કે, મુખ્ય આરોપી સુરેશ ઉર્ફે સુડો લક્ષ્મણભાઇ થરેસા હાજર મળી આવ્યો ન હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી મનીષાબેને ફરજમાં રુકાવટ કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી પોલીસ પર દબાણ લાવવાની કોશિશ કરતા પોલીસે મનીષાબેન વિરુદ્ધ ફરજમાં રુકાવટ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી સ્થળ પરથી રૂ. 30,000ની કિંમતના 6 મોબાઈલ ફોન અને રૂ. 4,800ની કિંમતનો 24 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.