કંચનબેન નટવરલાલ માણેકનું અવસાન, સોમવારે બેસણુંરાજકોટ: કંચનબેન નટવરલાલ માણેક (ઉ.વર્ષ 79) તેઓ સ્વ. નટવરલાલ ગંગારામ માણેકના ધર્મપત્ની, ચંદ્રેશભાઈ, શૈલેષભાઈ, પ્રકાશભાઈ, દક્ષાબેન અજયકુમાર રાયઠઠ્ઠા અને ભાવનાબેન (રૂપા) ના માતૃશ્રી, કિશોરચંદ્રના ભાભી તથા બીપીનભાઈ, તુષારભાઈ અને સાગરભાઈના કાકી તેમજ હર્ષ, જૈનીશ અને જૈનીલના દાદી, માણેકચંદ નેણસીભાઈ કટારિયાના દીકરીનું તા. 26/03/2026 ને ગુરૂવાર ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 30/03/2026 ને સોમવારે સાંજે 05 થી 06:30 કલાકે રાષ્ટ્રીય શાળા, મનહર પ્લોટ, માલવીયા ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.મોરબી નિવાસી હિતેશભાઈ દુર્લભજીભાઈ ભાલોડીયાનું અવસાન, સોમવારે બેસણુંમોરબી: મૂળ ચાંચપર હાલ મોરબી નિવાસી હિતેશભાઈ દુર્લભજીભાઈ ભાલોડીયા (ઉંમર વર્ષ 43) તેઓ સ્વ. દુર્લભજીભાઈ ભાલોડીયાના પુત્ર, સ્વ. અમરશીભાઈ ભાલોડીયાના ભત્રીજા તેમજ હાર્દિકભાઈ ભાલોડીયા (98255 98055), નરભેરામભાઈ ભાલોડીયા, સ્વ. રમેશભાઈ ભાલોડીયા તથા હરેશભાઈ ભાલોડીયા (97377 20444)ના ભાઈનું તારીખ 26/03/2026 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 30/03/2026 ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે જય દ્વારિકાધીશ ફાર્મ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખેલ છે.