મોરબી : સનાતન હિન્દુ સમાજ દ્વારા રામનવમી (શ્રી રામ જન્મોત્સવ) પર્વ નિમિત્તે મોરબીના રાજમાર્ગો પર પ્રભુ શ્રી રામની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દિવ્ય યાત્રામાં હૈયે હૈયું દળાય તેટલી મોટી સંખ્યામાં રામભક્તોની જનમેદની ઉમટી પડી હતી.આ યાત્રાને સફળ અને ઐતિહાસિક બનાવવા માટે હિન્દુ સમાજ અને સંગઠનોની મહેનત સાથે તંત્રનો પણ મોટો સહયોગ રહ્યો હતો. શાંતિપૂર્ણ આયોજન વ્યવસ્થા બદલ મોરબી વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, મહાનગરપાલિકા અને વીજળી વિભાગનો આભાર માનવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબીના તમામ સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનોનો પણ આભાર વ્યક્ત કરાયો છે.આકરા તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે પણ શોભાયાત્રાના માર્ગ પર ઠંડુ પાણી, શરબત અને વિવિધ સેવાઓ પૂરી પાડી યાત્રાને સરળ બનાવનાર તમામ સેવાભાવી સંસ્થાઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત, ઘરે બેઠેલા ભક્તો પણ રામલલાના દર્શન કરી શકે તે માટે સતત કવરેજ કરી યાત્રાને લોકો સુધી પહોંચાડનાર તમામ મીડિયાકર્મીઓ, પત્રકારો, ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર્સનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો છે.આગામી સમયમાં પણ આવા જ સાથ-સહકારથી યાત્રાને વધુ ભવ્ય બનાવવાની અપેક્ષા સાથે, તમામ સંગઠનો વતી વિશ્વ હિન્દુ પરિષદે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.#Morbi #RamNavami2026 #MorbiUpdate #MorbiNews #ShobhaYatra #VHP #HinduSamaj #GujaratNews