નવા જિલ્લા પુરવઠા અધિકારી, ચૂંટણી મામલતદાર અને ડિઝાસ્ટર મામલતદારની નિમણૂક થઈ મોરબી : રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મામલતદાર વર્ગ-૨ અને ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-૧ ના અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીના ઘાણવામાં મોરબી જિલ્લામાં પણ ફેરબદલ થઈ છે. મોરબીથી બદલી પામેલા અધિકારીઓ:● મોરબી જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા જે.વી. કાકડીયાની બદલી ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-ગીર સોમનાથના પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી છે.● મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા શક્તિસિંહ અશોકસિંહ ઝાલાને મામલતદાર તરીકે બઢતી આપીને તેમની નિમણૂક ભાવનગર જિલ્લામાં ચૂંટણી મામલતદાર તરીકે કરવામાં આવી છે.મોરબીમાં નિમણૂક પામેલા નવા અધિકારીઓ:● અમદાવાદ ખાતે મામલતદાર-SSRD-2 તરીકે ફરજ બજાવતા એચ.જે. ગોહિલની બદલી મોરબી જિલ્લા પુરવઠા અધિકારી (DSO) તરીકે કરવામાં આવી છે.● અમદાવાદના નાયબ મામલતદાર અલ્પેશ પ્રતાપસિંહ પરમારને મામલતદાર તરીકે બઢતી આપીને મોરબી જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ-ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.● કચ્છના નાયબ મામલતદાર પુલીન ઠાકરને મામલતદાર તરીકે બઢતી આપીને મોરબી જિલ્લામાં ચૂંટણી મામલતદાર તરીકે નિમણુંક આપવામાં આવી છે.મોરબી જિલ્લામાં જ આંતરિક બદલી:● મોરબી કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર-૨ તરીકે ફરજ બજાવતા ઉમંગ પટેલની બદલી મોરબીમાં જ નાયબ કલેક્ટર-૧ તરીકે કરવામાં આવી છે.#MorbiUpdate #Morbi #MorbiNews #GujaratGovernment #OfficersTransfer #MorbiCollectorate #GujaratRevenueDepartment #MorbiAdministration