જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ એસટી કેટેગરી માટે અનામત : મોરબી અને હળવદ તાલુકા પંચાયત પ્રમુખ માટે સામાન્ય સ્ત્રી કેટેગરી : વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ માટે સામાજિક શૈક્ષણિક કેટેગરીમોરબી : આગામી ટૂંક સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર થનાર છે ત્યારે મોરબી સહિત રાજ્યની તમામ જિલ્લા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આ વખતે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી અનામત જાહેર કરવામાં આવ્યું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારી વચ્ચે જિલ્લા અને તાલુકા પંચાયતના બેઠક રોટેશન બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ માટેના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ માટે એસટી કેટેગરી અનામત જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાલુકા પંચાયતોના વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પદ એસઇબીસી એટલે કે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે, મોરબી અને હળવદ તાલુકા પંચાયત સામાન્ય સ્ત્રી અનામત તેમજ ટંકારા અને માળીયા મિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદ સામાન્ય ઉમેદવાર માટે જાહેર કરવામાં આવ્યું છે.