મોરબી : સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ રામના જન્મોત્સવ (રામ નવમી) નિમિત્તે મોરબીના જલારામ સેવા મંડળ દ્વારા શહેરના જલારામ ધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બપોરે ૧૧:૩૦ કલાકે પ્રભુ રામનું પૂજન અને બપોરે ૧૨ કલાકે મહાઆરતી યોજાઈ હતી.આ પાવન અવસરે મોરબી જલારામ ધામના સેવાકાર્યોમાં હરહંમેશ યોગદાન આપનાર સહયોગીઓનું સંસ્થા તરફથી વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં અયોધ્યા રામજન્મભૂમિના કારસેવક અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ નૈમિષભાઈ પંડિત, જલારામ ધામ મહિલા મંડળના સંસ્થાપક અને મહિલા અગ્રણી કાજલબેન ચંડીભમર, મોરબી નાગરિક બેંકના ચેરમેન દીપકભાઈ પોપટ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના અગ્રણી મયુરીબેન કોટેચા, સદાવ્રતના સહયોગી સી.પી. પોપટ, વિઠ્ઠલભાઈ ગોહેલ, નોટરી જીતુભાઈ પટેલ તથા શહેર પ્રભારી પ્રભુભાઈ પનારા સહિતના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે ફરાળી મહાપ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી પ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.#Morbi #RamNavami #JalaramDham #MorbiNews #MorbiUpdate #HinduFestival #GujaratNews