ડો. દીપેન પટેલ ગાલ-જીભ તેમજ જડબામાં છાલા પડવા, મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડવા, મોઢાનું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ તેમજ ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ પડવી, ગળામાં સોજો કે ગાંઠ થવી વગેરે રોગોમાં નિષ્ણાંત મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત તબીબ ડો. દીપેન પટેલની હવે મોરબીમાં ઓપીડી નહિ યોજાય. તેઓ રાજકોટના રાબેતા મુજબ ઓપીડી યોજશે. તેઓની આગામી ઓપીડી આવતીકાલે તા.28 માર્ચને શનિવારના રોજ રાજકોટમાં યોજવાના છે. જેથી કેન્સર સંબંધિત બીમારી માટે મોરબીના લોકોને રાજકોટમાં નિદાન અને જરૂરી માર્ગદર્શન મળશે.અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ કેન્સર હોસ્પિટલ કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત ડો. દીપેન પટેલ આગામી તા.28 માર્ચને શનિવારના રોજ રાજકોટ ખાતે 150 ફૂટ રિંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસે આવેલ ટાઈમ્સ સ્કવેર-2ની 101 નંબરની ઓફિસમાં કાર્યરત ઝાયડ્સ સુપર સ્પેશિયાલિટી ઓપીડીમાં સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.ડો.દીપેન પટેલ (MS M.ch) મોઢા અને ગળાના કેન્સર સર્જન છે. તેઓ ગાલ-જીભ તેમજ જડબામાં છાલા પડવા, મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડવા, મોઢાનું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ તેમજ ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ પડવી, ગળામાં સોજો કે ગાંઠ થવી વગેરે બીમારીના નિષ્ણાંત છે. તેઓ 5000થી વધુ કેન્સર શસ્ત્રક્રિયાનો તથા 20000થી વધુ કેન્સર દર્દીઓની સારવારનો અનુભવ ધરાવે છે.કેન્સરને સંબંધીત બીમારી માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત તબીબ રાજકોટ ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને નજીકમાં જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. તો આ ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે.ઓપીડી : તા.28 માર્ચસ્થળ : ઝાયડ્સ સુપર સ્પેશિયાલિટી ઓપીડી, 101, ટાઈમ્સ સ્કવેર-2, અયોધ્યા ચોક પાસે,150 ફૂટ રોડ, રાજકોટસમય : 10થી 12મો.7359630003