રાજકોટ: ઉત્તર રેલવેના જમ્મુ તવી ડિવિઝનમાં જમ્મુ તવી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સેક્શનમાં હાલ વિદ્યુતિકરણનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીને પગલે લેવામાં આવેલા ટ્રાફિક બ્લોકને કારણે રેલવે તંત્ર દ્વારા ટ્રેન વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની સીધી અસર હાપાથી ઉપડતી ટ્રેન પર પડશે.પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જણાવ્યા અનુસાર, તારીખ 31 માર્ચ, 2026 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12475 (હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ) તેના નિર્ધારિત ગંતવ્ય સ્થાન એટલે કે કટરા સુધી જશે નહીં. આ ટ્રેન માત્ર શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે.આ ફેરફારને કારણે આ ટ્રેન શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન વચ્ચેના આશરે 25 કિલોમીટરના અંતરમાં આંશિક રીતે રદ રહેશે. એટલે કે, 31 માર્ચની ટ્રેનનું શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન પર સ્ટોપેજ રહેશે નહીં.રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનના સંચાલન અંગેની વધુ અને સચોટ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.#MorbiUpdate #RailwayNews #HapaKatraExpress #TrainUpdate #RajkotDivision #RailwayBlock #TravelAlert #JammuTawi #IndianRailways