કાર્યક્રમમાં મંત્રીઓ કાંતિલાલ અમૃતિયા અને ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિતમોરબી : મોરબીની વિકાસયાત્રાને વધુ વેગ આપવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૧૦૬.૬૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનો ખાતમુહુર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તારીખ ૨૮-૦૩-૨૦૨૬ ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે પંચમુખી હનુમાન, મોરબી-૨ ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે રાજ્યકક્ષાના મંત્રી (શ્રમ અને રોજગાર) કાંતિલાલ અમૃતિયા અને રાજ્યકક્ષાના મંત્રી (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) ત્રિકમભાઈ છાંગા હાજર રહેશે. આ ઉપરાંત સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા, સંસદસભ્ય પરષોત્તમભાઈ રૂપાલા, સંસદસભ્ય કેશરીદેવસિંહજી ઝાલા અને મોરબીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ આ તકે ખાસ ઉપસ્થિત રહેશે.ક્યાં કામોનું થશે ખાતમુહૂર્ત ?૧. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પાડાપુલની ડાઉનસ્ટ્રીમમાં બ્રીજ બનાવવાનું કામ (રકમ રૂ. ૩૫૭૯.૮૪ લાખ)૨. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં એસ.પી. રોડ કોર્નરથી આલાપ પાર્ક સોસાયટી સુધી આઈકોનીક સી.સી. રોડ બનાવવાનું કામ (રકમ રૂ. ૫૩૮.૩૨ લાખ)૩. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નદીધર ડેવલોપમેન્ટનુ કામ (રકમ રૂ. ૧૭૬.૦૦ લાખ)૪. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મહાનગરપાલિકાની પૂર્વ ઝોન ઓફીસ બનાવવાનું કામ (રકમ રૂ. ૨૫૪૪.૦૦ લાખ)૫. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નાની વાવડી પાસે એનિમલ હોસ્ટેલ બનાવવાનું કામ (રકમ રૂ. ૧૫૮.૦૦ લાખ)૬. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં અમરેલી પાસે ફાયર સ્ટેશન બનાવવાનું કામ (રકમ રૂ. ૧૫૦૩.૦૦ લાખ)૭. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં એસ.પી.રોડ પાસે ફાયર સ્ટેશન બનાવવાનું કામ (રકમ રૂ. ૧૦૪૭.૦૦ લાખ)૮. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ત્રાજપર પાસે મલેરિયા બિલ્ડીંગ બનાવવાનું કામ (રકમ રૂ. ૧૨૨.૦૦ લાખ)૯. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સબ જેલ પાસે એનિમલ હોસ્ટેલ બનાવવાનું કામ (રકમ રૂ. ૧૬૧.૦૦ લાખ)૧૦. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કન્યા છાત્રાલય રોડ પર ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (રકમ રૂ. ૧૨૫.૧૫ લાખ)૧૧. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વીસીપરા મેઈન રોડ ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (રકમ રૂ. ૧૨૦.૫૮ લાખ)૧૨. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લાતી પ્લોટ શેરી નં ૧ થી ૧૩ માં ડ્રેનેજ નાખવાનું કામ (રકમ રૂ. ૫૩૭.૦૦ લાખ)૧૩. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રબારીવાસ પર ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (રકમ રૂ. ૩૨.૨૨ લાખ)૧૪. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નવલખી રોડથી શ્રધ્ધા પાર્ક સુધી સ્ટ્રીટ લાઈટનું કામ (રકમ રૂ. ૨૧.૪૦ લાખ)ક્યાં કામોનું થશે લોકાર્પણ ?૧. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લાલબાગ ઓફીસ પાસે સ્ટ્રીટ લાઈટ વીથ પોલનું કામ (રકમ રૂ. ૧૧.૦૦ લાખ)૨. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં PGVCL થી બેઠા પુલ સુધી સ્ટ્રીટ લાઈટ વીથ પોલનું કામ (રકમ રૂ. ૫.૦૦ લાખ)૩. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં શનાળા ઘુનડા રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ વીથ પોલનું કામ (રકમ રૂ. ૬૦.૦૦ લાખ)