સોશિયલ મીડિયા પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગ બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કાર્યવાહીમોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદની સ્થિતિ સપાટી પર આવી છે. ટંકારાના રમેશભાઈ ભવાનભાઈ ભૂંભરીયાને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગના કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર પત્ર અનુસાર, રમેશભાઈ ભૂંભરીયા સામે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા દ્વારા વારંવાર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અંગેની ફરિયાદો મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિને મળી રહી હતી. આ કૃત્ય પક્ષની શિસ્ત અને ગરિમાની વિરુદ્ધ હોવાનું પત્રમાં જણાવાયું છે. વધુમાં પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ બાબતે અગાઉ જાણ કરવા છતાં તેમના વર્તનમાં કોઈ સુધારો જણાયેલ ન હતો. પક્ષના બંધારણ અને શિસ્ત સમિતિના નિયમો અનુસાર તેમની આ પ્રવૃત્તિઓ પક્ષના હિતને નુકસાન પહોંચાડી રહી હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.#MorbiUpdate #Morbi #MorbiCongress #Tankara #GujaratCongress #PoliticalNews #Suspension #GujaratPolitics