ટ્રેક્ટર, રોટાવેટર, તારની વાડ, ગોડાઉન, સ્માર્ટફોન સહિતની સહાય માટે આધાર કાર્ડ ઓથેન્ટિકેશન સાથે ઓનલાઈન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો અનુરોધમોરબી : મોરબી જિલ્લાના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ આજથી એટલે કે તા. ૨૭/૦૩/૨૦૨૬ થી ખેડૂતો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂત મિત્રો આ પોર્ટલ પર આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.આ વર્ષે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ કુલ ૪૨ જેટલા ઘટકો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં વિવિધ ખેત ઓજારો અને સાધનો જેવા કે કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, તમામ પ્રકારના હેરો અને પ્લાઉ તેમજ પાવર ટીલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખેતરની ફરતે તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલવાહક વાહન, પાક સંરક્ષણ માટેના પમ્પ સેટ્સ અને સ્માર્ટફોન ખરીદી પર સહાય મેળવવા માટે પણ ખેડૂતો અરજી કરી શકશે.ચાલુ વર્ષે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. પોર્ટલ પર અગાઉ નોંધણી થયેલ હોય કે નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરતી વખતે આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર આવતા OTP મારફતે અથવા બાયોમેટ્રિક દ્વારા ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ જ જે-તે ઘટક માટેની જરૂરી વિગતો ભરીને અરજી સબમિટ કરી શકાશે.ખેતીવાડી ખાતાની આ વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મેળવવા માંગતા મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને સમયમર્યાદામાં આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર મળેલ OTP દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા નોંધણી અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #Morbi #iKhedutPortal #AgricultureSchemes #Farmers #GujaratFarmers #MorbiNews #AgricultureDepartment #FarmSubsidies #MorbiAgriculture