મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીના સાન્નિધ્યમાં ઉજવણી: રાત્રે જાણીતા કલાકાર સાંઈરામ દવે અને દેવ ભટ્ટ સંતવાણીની રમઝટ બોલાવશેમોરબી : મોરબીના બેલા-ભરતનગર નજીક આવેલ અને ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક તથા ગૌસેવા સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર એવા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આગામી તારીખ ૦૧-૦૪-૨૦૨૬, બુધવારના રોજ હનુમાન જયંતિના પાવન અવસર પર ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીના પાવન સાન્નિધ્યમાં આ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.આ મહોત્સવ અંતર્ગત બુધવારે સવારે ૯:૦૦ કલાકથી અખંડ રામધૂનનો પ્રારંભ થશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય સંતવાણી અને ડાયરાનો કાર્યક્રમ યોજાશે. આ ડાયરામાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર, લોકસાહિત્યકાર અને કેળવણીકાર સાંઈરામ દવે તથા પ્રખ્યાત ભજનિક દેવ ભટ્ટ ગ્રુપ દ્વારા ભજનો અને સાહિત્યની રમઝટ બોલાવવામાં આવશે. આ ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં પધારવા માટે કલાકાર સાંઈરામ દવે દ્વારા એક ખાસ વિડીયો સંદેશ પણ જારી કરવામાં આવ્યો છે. આ વિડીયો સંદેશમાં તેઓએ લોકોને હનુમાન દાદાના ગુણગાન ગાવા અને લોકસાહિત્યની મોજ માણવા પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ (બેલા-ભરતનગર) દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન, પ્રસાદ અને સંતવાણીનો અમૂલ્ય લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #KhokharaHanuman #HanumanJayanti #Santvani #Dayro #SairamDave #MorbiNews #GujaratNews #MorbiEvents