મોરબી : મોરબીના સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા એક માનવતાવાદી અભિગમ સાથે વિનામૂલ્યે લીમડાના કોલનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકાર્ય તેઓ તેમના માતૃશ્રી સ્વ. જયાબેન મૂળજીભાઈ દશાડિયાના સ્મરણાર્થે કરી રહ્યા છે.આરોગ્ય માટે અમૃત સમાનઆયુર્વેદિક ગ્રંથ ‘ચરક સંહિતા’માં લીમડાના કોલના અનેક ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે. શરીરના અનેક અસાધ્ય રોગોમાં લીમડાનો કોલ રામબાણ ઈલાજ સાબિત થાય છે. આ બાબતને ધ્યાને રાખીને જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતમાં આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વિતરણનો સમય અને સ્થળલીમડાના કોલનું વિતરણ તારીખ 31/03/2026 થી 15/04/2026 સુધી દરરોજ સવારે 10:00 થી 11:00 કલાક દરમિયાન વિજય હેર ડ્રેસર, ચકિયા હનુમાનજીના મંદિર સામે, રવાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવશે. વધુ માહિતી કે પૂછપરછ માટે કિશોરભાઈ વાણંદનો મોબાઈલ નંબર 96240 12474 પર સંપર્ક કરી શકાશે. મોરબીની જાહેર જનતાને આ સેવાનો લાભ લેવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #HealthCare #Ayurveda #FreeDistribution #SocialService #NeemBenefits #RavaParRoad #GujaratNews