મોરબી : મોરબી શહેરના આવાસ વિહોણા નાગરિકો માટે મહાનગરપાલિકા દ્વારા ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 ના BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવી અરજીઓ સ્વીકારવા અને લોકોને યોજનાના લાભોથી માહિતગાર કરવા માટે ખાસ રાત્રી સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.આ રાત્રી સભામાં આવાસ વિભાગના અધિકારીઓ દ્વારા યોજનાનો લાભ કોને મળી શકે, અરજી કેવી રીતે કરવી અને કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની વિગતવાર માહિતી આપવામાં આવશે.રાત્રી સભાનું સ્થળ અને સમયની વિગત: • તારીખ 27/03/2026, શુક્રવાર: મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-1 ની કચેરી (જુની નાની વાવડી ગ્રામપંચાયતની ઓફિસ) ખાતે સાંજે 6:30 થી 7:30 કલાકે સભા યોજાશે. • તારીખ 28/03/2026, શનિવાર: મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-10 ની કચેરી (જુની રવાપર ગ્રામપંચાયતની ઓફિસ) ખાતે સાંજે 6:30 થી 7:30 કલાકે સભાનું આયોજન કરવામાં આવ્યું છે.પોતાના સપનાના ઘરનું બાંધકામ કરવા ઈચ્છતા અને આવાસ વિહોણા લોકોને આ સભામાં ઉપસ્થિત રહી યોજનાનો મહત્તમ લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #PMAY #PradhanMantriAwasYojana #HousingScheme #MorbiMahanagarpalika #PublicMeeting #HomeLoan #GovernmentScheme