મોરબી : મોરબી શહેરમાં હરિયાળી વધારવા અને નાગરિકોને આરામદાયક ખુલ્લી જગ્યાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તિનગર સર્કલ નજીક આધુનિક સુવિધાઓથી સજ્જ ગાર્ડન વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ 62.42 લાખ રાખવામાં આવ્યો છે.આધુનિક સુવિધાઓથી સજ્જ હશે ગાર્ડનઆ ગાર્ડન વિકાસ પ્રોજેક્ટ હેઠળ અનેક ઉપયોગી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આકર્ષક પ્રવેશ દ્વાર (Entry Gate), મજબૂત કંપાઉન્ડ વોલ, આંતરિક વોકિંગ ટ્રેક, આરામદાયક ગાર્ડન ફર્નિચર, આધુનિક લાઇટિંગ સિસ્ટમ અને સુંદર લેન્ડસ્કેપિંગ તૈયાર કરવામાં આવશે. સાઇટ ડેવલપમેન્ટ હેઠળ જમીન સફાઈ, યોગ્ય માટીનું ભરાણ અને વરસાદી પાણીના નિકાલ માટે ગ્રેડિંગની કામગીરી પણ કરાશે.સુરક્ષા અને આકર્ષક પ્રવેશદ્વારગાર્ડનને સુરક્ષિત બનાવવા માટે RCC ફાઉન્ડેશન અને બ્રિક મેસનરી સાથેની કંપાઉન્ડ વોલ બનાવવામાં આવશે, જેના પર MS રેલિંગ લગાવાશે. આ વોલ પાર્કની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે અતિક્રમણ રોકવામાં પણ મદદરૂપ થશે. પ્રવેશ દ્વારને CNC કટિંગ ડિઝાઇન, MS ફ્રેમ અને રિવોલ્વિંગ ગેટ સાથે આકર્ષક લુક આપવામાં આવશે.વોકિંગ ટ્રેક અને બેઠક વ્યવસ્થાસ્વાસ્થ્ય પ્રેમીઓ માટે 1.5 થી 2.0 મીટર પહોળાઈનો લૂપ આધારિત વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે, જે સ્લિપ રેઝિસ્ટન્ટ સપાટી ધરાવતો હશે. ગાર્ડનમાં લોકોના બેસવા માટે વર્તુળાકાર બેઠકો અને કોટા સ્ટોન ફિનિશ ધરાવતું ફર્નિચર મુકવામાં આવશે. સાથે જ સ્વચ્છતા જાળવવા માટે ઠેર-ઠેર કચરાપેટીઓની વ્યવસ્થા પણ કરવામાં આવશે.રંગીન ફૂલો અને વૃક્ષોની હરિયાળીલેન્ડસ્કેપિંગ હેઠળ ગાર્ડનમાં કલર થીમ મુજબ વૃક્ષારોપણ કરવામાં આવશે. જેમાં ટેબેબુિયા, જેકારાન્ડા, બોરસલી, રેન ટ્રી, કેસુડો અને ગુલમોહર જેવા વૃક્ષો વાવવામાં આવશે. રાત્રિના સમયે ગાર્ડન ઝળહળી ઉઠે તે માટે 4 મીટર ઊંચા ડેકોરેટિવ લાઇટ પોલ્સ અને IP65 સ્ટાન્ડર્ડ LED લાઈટ્સ લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મોરબીના નાગરિકોને એક શુદ્ધ અને હરિયાળું વાતાવરણ મળશે.#Morbi #MorbiUpdate #GardenProject #BhaktinagarCircle #CityDevelopment #GreenMorbi #Infrastructure #GujaratNews #PublicGarden