મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024-25નું પરિણામ જાહેર થયું છે, જેમાં મોરબીની નિર્મલ વિદ્યાલય અને સેન્ટર પોઈન્ટ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.મોરબી જિલ્લાના શહેરી વિસ્તારની શાળાઓના મેરિટમાં આવેલ કુલ 13 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ એકલી નિર્મલ સ્કૂલના છે. આ પરીક્ષામાં શાળાનું પરિણામ 100% રહ્યું છે. વિશેષમાં, શાળાનો વિદ્યાર્થી ગામી વત્સલ 120માંથી 101 માર્કસ મેળવીને સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો છે.મેરિટમાં સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી • ગામી વત્સલ: 101/120 (જિલ્લામાં પ્રથમ) • અઘારા કવન: 100/120 • ખાવડિયા હિતાર્થ: 100/120 • સનારીયા સીજલ: 99/120 • કગથરા પ્રિત: 97/120 • જાકાસણીયા અંશ: 96/120 • ફેફર ધાર્મી: 95/120 • પેથાપરા વિશ્વા: 93/120શહેરી વિસ્તારના ટોપ 10 ક્રમમાં નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ 1 થી 4 અને 6 થી 10 નંબર પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. આ ભવ્ય સફળતા બદલ નિર્મલ વિદ્યાલય પરિવાર દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.#Morbi #MorbiUpdate #NirmalVidyalaya #Education #ScholarshipExam #StudentSuccess #MorbiNews #GujaratEducation #BrightFuture