મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા લખધીરવાસ, વજેપર, વસંત પ્લોટ અને વાઘપરા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખરાબ અને દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે અલગ-અલગ ટીમો બનાવીને જુદા-જુદા વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી ઉકેલ લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું તંત્રે જણાવ્યું છે.જેમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સઘન કામગીરી કરીને અનેક સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બાકી રહેલા વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરી તમામ નાગરિકોને શુદ્ધ અને પીવાલાયક પાણી પહોંચાડવામાં આવશે તેવું જણાવાયું છે.વધુમાં, મોરબી મહાનગરપાલિકા હદમાં આવેલા પમ્પિંગ સ્ટેશનો પર ક્લોરીન ડોઝીંગ સિસ્ટમનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સિસ્ટમ કાર્યરત થવાથી હવેથી લોકોને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે, જેની જાહેર જનતાને નોંધ લેવા મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર (પ્રોજેક્ટ) દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarPalika #WaterProblemSolved #MorbiNews #CleanWater