મોરબી : મોરબીમાં લીલાપર રોડ પર છેલ્લા 22 વર્ષથી કાર્યરત શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વનું વધુ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક સ્મશાન ખાતે 32 લાખના ખર્ચે નવનિર્મિત 'શ્રી રામધૂન સત્સંગ હોલ'નું રામનવમીના પવિત્ર પર્વે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.દિવંગત આત્માઓના મોક્ષાર્થે રામધૂનનો અનોખો સેવાયજ્ઞશાંતિધામ ટ્રસ્ટના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 9 મહિનાથી અહીં આવતા ભાવિકો દ્વારા દિવંગત આત્માઓની શાંતિ માટે રામધૂન ગાવાની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં 10-15 વ્યક્તિઓથી શરૂ થયેલો આ સિલસિલો 200 થી વધુ ભાવિકો સુધી પહોંચ્યો હતો. સંખ્યા વધતા ઓફિસ હોલ નાનો પડવા લાગ્યો હતો, જેથી ટ્રસ્ટીઓએ એક અલાયદા સત્સંગ હોલના નિર્માણનો સંકલ્પ કર્યો હતો.રૂપિયા 32 લાખના ખર્ચે સુવિધાયુક્ત હોલ તૈયારગત રામનવમીએ ઓફિસનું ઉદ્ઘાટન કર્યા બાદ, આ વર્ષે રામનવમીના દિવસે જ 32 લાખના ખર્ચે તૈયાર થયેલા ભવ્ય સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું છે. આ હોલમાં દરરોજ બપોરે 200 થી 225 જેટલા ભાવિકો એકત્ર થઈને રામધૂન બોલશે. આ પ્રસંગે 24 કલાકની અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના નગરજનો પોતાના સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે પણ અહીં રામધૂનનું આયોજન કરી શકશે, જેના માટે ટ્રસ્ટી ભરતભાઈનો સંપર્ક કરવાનો રહેશે.ઉદાર હાથે દાનની સરવાણીહોલના ઉદ્ઘાટન પ્રસંગે 'વાસ્તુ' નિમિત્તે ટ્રસ્ટ દ્વારા મોરબીની 5 ગૌશાળાઓને 51,000-51,000 રૂપિયાનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વૈદિક પરંપરા મુજબ હવન કરનાર ભૂદેવોને પણ 11,000 રૂપિયાની દક્ષિણા આપવામાં આવી હતી. આ તકે ડો. ભાલોડિયા પરિવાર તરફથી સંસ્થાને 10,51,000 રૂપિયાનું માતબર દાન પ્રાપ્ત થયું હતું.સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં સંતો-મહંતોમાં ભાવેશ્વરીબેન, પૂજ્ય શરદમુનિ, પૂજ્ય યોગીજી મહારાજ અને પૂજ્ય હંસાગીરી માતાજીએ વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. શાંતિધામ ટ્રસ્ટની આ સેવાથી મોરબીના સ્મશાનમાં આવતા લોકોને આત્મીય શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ થશે.#Morbi #MorbiUpdate #ShantidhamTrust #RamNavami #SocialService #MorbiNews #RamDhuan #SatsangHall