મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા, વિવિધ ફ્લોટ્સે જમાવ્યું આકર્ષણ મોરબી: મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રામનવમી નિમિત્તે આજે તારીખ 26 માર્ચ ને ગુરુવારના રોજ શહેરમાં પ્રભુ શ્રી રામની દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રાનો રંગેચંગે પ્રારંભ થઈ ચુક્યો છે. સર્કિટ હાઉસથી શોભાયાત્રાની શરૂઆત થઈ છે. જે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રામભક્તો જોડાયા છે.શોભાયાત્રાની વિશેષતાઓ અને રૂટઆ શોભાયાત્રામાં 15 થી વધુ શાળાઓના ફ્લોટ્સ અને વિવિધ આકર્ષણો તેમજ બગી અને શણગારેલા વાહનો સાથે રામ ભક્તો જોડાયા છે. શહેરના 30 થી વધુ સ્થળોએ સનાતની હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બાળકો શિવ, રામ અને કૃષ્ણ જેવા પૌરાણિક પાત્રોની વેશભૂષામાં સજ્જ થઈને આ શોભાયાત્રામાં જોડાયા છે.શોભાયાત્રાનો રૂટ:સર્કિટ હાઉસ -> મહારાણા પ્રતાપ સર્કલ -> નવો પુલ -> વીસી ફાટક -> ત્રિકોણ બાગ -> નવા ડેલા રોડ -> જુના બસ સ્ટેન્ડ -> રામ ચોક -> નવા બસ સ્ટેન્ડ -> બાપા સીતારામ ચોક -> સીતા ચોક -> રવાપર રોડ -> ચકીયા હનુમાન -> શાક માર્કેટ -> નેહરૂ ગેટ -> દરબારગઢ.શોભાયાત્રા દરમિયાન નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતી સાથે સ્વાગત કરવામાં આવશે. રાત્રે 12:00 વાગ્યે દરબારગઢ સ્થિત રામ મહેલ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય મહા આરતી સાથે શોભાયાત્રાનું સમાપન થશે. હાલમાં મોરબીમાં રામનવમીની શોભાયાત્રાને લઈને રામમય માહોલ ઉભો થયો છે.#MorbiUpdate #RamNavami2026 #MorbiNews #RamJanmotsav #ShobhaYatra #HinduSamaaj #MorbiEvents