માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં OMVVIM પીટીસી કોલેજના વાર્ષિક પાઠ લેવાયા: શિક્ષણકાર્ય અને સુવિધા જોઈ અધિકારીઓ પ્રભાવિતમોરબી: મોરબીની ઓમ વિદ્યાવાસીની (OMVVIM) પીટીસી કોલેજના તાલીમાર્થીઓ દ્વારા મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા અને કુમાર શાળામાં વાર્ષિક પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષક બનવા માટેની ડી.એલ.એડ.ની તાલીમ મેળવતા પ્રથમ વર્ષના 52 જેટલા તાલીમાર્થીઓએ ધોરણ 4 અને 5 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરાવીને પાઠ આપ્યા હતા.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (ડાયટ) રાજકોટના પૂર્વ પ્રાચાર્ય વ્રજલાલ કાચા, હમીરભાઈ કાતડ, માધવીબેન શુક્લ, હેમાંગીબેન તેરૈયા, ભાવનાબેન નકુમ, એચ.એમ. અકવાલિયા, પી.વી. જાની અને એ.ટી. પટેલ સહિતના લેકચરરોએ વર્ગખંડમાં બેસીને તાલીમાર્થીઓના શિક્ષણ કાર્યનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી નોંધ તૈયાર કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના સભામાં શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ શાળાનો પરિચય આપ્યો હતો. તેમણે તાલીમાર્થીઓને શિક્ષક વ્યવસાયની ગરિમા, આદર્શ અધ્યાપન પદ્ધતિ અને પીટીસીના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી. ડાયટના તમામ લેકચરરોનું પુસ્તક આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.તાલીમાર્થીઓ સાથે OMVVIM કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેસિયા, પ્રાધ્યાપક કેતન જોષી અને હિમાંશુ શેઠ પણ જોડાયા હતા. પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું ભૌતિક માળખું, શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓની તેજસ્વીતા જોઈને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને શાળા પરિવારની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.#Morbi #Education #MadhaparwadiSchool #OMVVIM #DietRajkot #TeachersTraining #MorbiUpdate