મોરબી : મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ૨૫ માર્ચના રોજ ભગવાન રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ ઉત્સવ અંતર્ગત ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મોરબીના ભક્તો દ્વારા વિવિધ ફ્રૂટના જ્યુસ અને ફૂલો વડે રામ દરબારનો મહાભિષેક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નાના બાળકો દ્વારા પણ ભગવાનના સુંદર ચિત્રો બનાવીને તેમને અર્પણ કરવામાં આવ્યા હતા.આ ઉત્સવમાં ભક્તોને કથા શ્રવણનો લાભ આપવા વૃંદાવનથી ગુડાકેશ પ્રભુજી પધાર્યા હતા, જેમણે સૌને રામ કથાનું રસપાન કરાવ્યું હતું. ભગવાનના મહાહરિનામ સંકીર્તન સાથે ઉજવાયેલા આ ઉત્સવમાં ઉપસ્થિત લોકો ભક્તિના રંગે રંગાઈને હર્ષોલ્લાસપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા.આ તકે અતુલ વિષ્ણુ દાસ દ્વારા મોરબીની જનતાને અપીલ કરવામાં આવી હતી કે સર્વેએ ભગવાનના ઉત્સવોમાં ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ભગવાન જગન્નાથજીનો રથયાત્રા ઉત્સવ આવી રહ્યો છે, અને આ વર્ષે મોરબીની સાથે આસપાસના ગામડાઓમાં પણ રથયાત્રાની ઉજવણી કરવામાં આવશે. આથી તમામ લોકોને પોતાનો સાથ-સહયોગ આપી ધાર્મિક ઉત્સવોમાં જોડાવા અનુરોધ કરાયો છે.#Morbi #MorbiUpdate #RamNavami #ISKCON #HareKrishna #RathYatra #MorbiNews