મોરબી : મોરબીમાં દર પુષ્ય નક્ષત્રમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા. 28/03/2026 ને શનિવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે.સ્થળ અને સમય: રવાપર રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલની સામે, હનુમાનજી મંદિર ખાતે સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 0 થી 15 વર્ષ સુધીના તમામ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં નિ:શુલ્ક પીવડાવવામાં આવશે.અંદાજિત 150 થી વધુ બાળકો લે છે લાભઆ સેવાયજ્ઞમાં ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીના સભ્યો પોતાની સેવાઓ આપશે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં યોજાતા આ કેમ્પમાં દર વખતે અંદાજિત 150 થી વધુ બાળકો આયુર્વેદિક ટીપાંનો લાભ લે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા મોરબીની તમામ સોસાયટીના રહીશોને પોતાના બાળકો સાથે પધારવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9427213999 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #HealthCamp #Suvarnaprashan #Ayurveda #PushyaNakshatra #KidsHealth #MorbiNews