દારૂની નાની મોટી 12 બોટલ તેમજ બિયરના 6 ટીન કબ્જે, બે આરોપી ફરારમોરબી : મોરબી શહેર તેમજ ટંકારા શહેરમાં એલસીબી પોલીસ તેમજ સ્થાનિક પોલીસે અલગ અલગ પાંચ દરોડા પાડી વિદેશી દારૂની નાની મોટી 12 બોટલ તેમજ બિયરના 6 ટીન સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા હતા.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન રોડ પરથી આરોપી ખોડલકુમાર કિશોરભાઈ પઢારિયા રહે.કૃષ્ણનગર, ગાયત્રીનગર વાળાને 200 મીલી દારૂ ભરેલી એક બોટલ કિંમત રૂપિયા 100 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે આલાપ રોડ પર રેઢી હાલતમાં જીજે - 36 -એકે - 9542 નંબરનું એક્ટિવા કબ્જે કરી વિદેશી દારૂના 3 ચપલા કિંમત રૂપિયા 540 તેમજ 30 હજારનું એક્ટિવા કબ્જે કરી એક્ટિવા નંબરના આધારે ગુન્હો નોંધ્યો હતો.જ્યારે ત્રીજા દરોડામાં એલસીબી પોલીસે ગ્રીનચોક નજીક આરોપી એજાજ ઉર્ફે એજલો મહેબૂબભાઈ ચાનીયાના મકાનની બાજુમાં ખુલ્લા પ્લોટમાંથી વિદેશી દારૂની 3 બોટલ અને બિયરના 6 ટીન કિંમત રૂપિયા 1800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે, આરોપી એજલો હાજર મળી આવ્યો ન હતો. ચોથા દરોડામાં એ ડિવિઝન પોલીસે શનાળા રોડ હાઉસિંગ બોર્ડ પાસેથી આરોપી જયેશ પ્રભુલાલ ચનીયારા રહે.પંચાસર રોડ વાળાને એક્ટિવા મોટર સાયકલમાં વિદેશી દારૂના 4 ચપલા કિંમત રૂ.480 સાથે ઝડપી લઈ એક્ટિવા સહિત 30,480નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ ઉપરાંત ટંકારા પોલીસે લક્ષ્મીનારાયણ જિન નજીકથી આરોપી જીજ્ઞેશભાઈ ઉર્ફે જીગો રણછોડભાઈ પટ્ટણી રહે.ગાયત્રીનગર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 787 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.