મોરબી: આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે એક વિશેષ સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓના રોડમેપ અને સંગઠનલક્ષી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને રણનીતિબેઠક દરમિયાન આગામી ચૂંટણીઓમાં ભાજપનો વિજય નિશ્ચિત કરવા માટે બૂથ સ્તર સુધીના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. પક્ષના માળખાને વધુ મજબૂત કરવા અને પેજ સમિતિના કાર્યને વેગ આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રભારી મંત્રીએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, સંગઠિત શક્તિ અને પરિશ્રમ દ્વારા આગામી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક પરિણામો હાંસલ કરવામાં આવશે.બેઠકમાં ઉપસ્થિત આગેવાનોઆ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા મહામંત્રીઓ નિર્મલભાઇ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઇ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ દિપીકાબેન સરડવા તથા પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સુખદેવભાઇ દેલવાડીયા હાજર રહ્યા હતા.આ મહત્વની બેઠકમાં જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, વિવિધ તાલુકા મંડળના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ તાલુકા અને શહેરના પ્રભારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.#Morbi #MorbiUpdate #BJP #GujaratPolitics #Election2026 #MorbiBJP #Kamalam #PoliticalNews