મોરબી : મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ એક બાદ એક વિકાસના કામો શરૂ થઈ રહ્યા છે. અગાઉ શહેરના મુખ્ય માર્ગો બનાવવામાં આવ્યા બાદ હવે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ડ્રેનેજ તેમજ સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી કરવાની થાય છે. આ કામગીરીને પગલે આગામી તા. ૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૦/૦૪/૨૦૨૬ સુધી શહેરના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આ માર્ગો બંધ રહેશેસુપર ટોકીઝ થી રેલવે સ્ટેશન રોડ ગાયત્રી મોબાઈલ થી ચીત્રકુટ સીનેમા રોડ માધાપર થી જડેશ્વર મંદિર રોડ આ માર્ગો બંધ રહેવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે મોરબીની જનતાને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા જણાવાયું છે. નાગરિકોએ વૈકલ્પિક રૂટ તરીકે આસ્વાદ પાન થી મેહેન્દ્રપરા મેઇન રોડ અને સુભાસ રોડ થી મંગલ ભુવન રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત નવલખી રોડનો પણ ઉપયોગ કરી શકાશે. આ બાબતની જાહેર જનતાએ નોંધ લેવા શાખા અધ્યક્ષ દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #TrafficUpdate #RoadClosed #DrainageWork