મહિલાઓને બદલે આ વખતે ભાઈઓને ટિકિટ ફાળવવામાં આવે તેવો સૂર ઉઠ્યો: ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની વિગતો મંગાવાઈમોરબી : આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક ગઈકાલે સાંજના સમયે યોજાઈ હતી. આ બેઠકમાં બ્રહ્મ યુવક મંડળ સહિત તમામ મુખ્ય બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, અત્યાર સુધી મોટાભાગે ચૂંટણીઓમાં બહેનોને ટિકિટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે સંગઠિત થઈને પુરુષો (ભાઈઓ) માટે ટિકિટની પ્રબળ માંગ કરવાનો નિર્ણય લેવાયો છે. આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવાર જે પણ રાજકીય પક્ષ કે વિચારધારા સાથે જોડાયેલા હોય, પરંતુ આ વખતે ભાઈઓને ટિકિટ મળે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી વિગતો મંગાવવામાં આવી છે. જેમાં ઉમેદવાર કયા વોર્ડમાંથી અને કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડવા માંગે છે તેની માહિતી પરશુરામ ધામ દ્વારા એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ, સંકલન કરીને જે-તે પક્ષમાં આ ઉમેદવારો માટે સત્તાવાર ભલામણ કરવામાં આવશે. અગ્રણીઓના જણાવ્યા અનુસાર, આ રણનીતિ અને નિર્ણય હાલ પૂરતો માત્ર મહાનગર પૂરતો જ મર્યાદિત રાખવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #ParshuramDham #BrahmSamaj #ElectionNews #GujaratPolitics #MahanagarElection #Morbi