પોલીસ બેડામાં મોટા ફેરફાર : રાજ્યના 518 પોલીસ ઇન્સપેક્ટરોની બદલી થઈ મોરબી : ગાંધીનગર સ્થિત ડીજી અને આઈજી ઓફ પોલીસ (વહીવટ) ની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી રાજ્યના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરો (PI)ની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ હુકમમાં જાહેર હિત અને અન્ય કારણોસર રાજ્યભરના કુલ 518 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે.આ બદલીના હુકમમાં મોરબી જિલ્લા પોલીસ બેડામાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે. મોરબીમાં ફરજ બજાવતા 9 PI ની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય જગ્યાએથી 5 PI ની મોરબી ખાતે નિમણૂક કરવામાં આવી છે.મોરબીથી અન્ય સ્થળે બદલી પામેલા અધિકારીઓ:● એન.આર.મકવાણા (મોરબીથી અમદાવાદ શહેર ખાતે બદલી).● એમ.પી.પંડયા (મોરબીથી પ.રે.વડોદરા ખાતે બદલી).● કે.જે.માથુકીયા (મોરબીથી સાબરકાંઠા ખાતે બદલી).● પી.એચ.લગધીરકા (મોરબીથી બનાસકાંઠા ખાતે બદલી).● પી.ડી.સોલંકી (મોરબીથી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બદલી).● એચ.એ.જાડેજા (મોરબીથી કચ્છ પૂર્વ-ગાંધીધામ ખાતે બદલી).● એન.એ.વસાવા (મોરબીથી ભરૂચ ખાતે બદલી).● કે.એમ.છાંસીયા (મોરબીથી સુરત શહેર ખાતે બદલી).● વી.પી. ગોલ (મોરબીથી અમરેલી ખાતે બદલી).મોરબી ખાતે નવા મુકાયેલા અધિકારીઓ:● જે.ડી.ઝાલા (અગાઉ જી.પી.એ.કરાઈ ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી મોરબી કરવામાં આવી છે).● એન.એસ.ઘેટીયા (અગાઉ મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી મોરબી કરવામાં આવી છે).● વી.એસ.સિંધવ (અગાઉ આણંદ ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી મોરબી કરવામાં આવી છે).● જે.એસ.ગામીત (અગાઉ રાજકોટ શહેર ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી મોરબી કરવામાં આવી છે).● એસ.પી.જાડેજા (અગાઉ ઇન્ટેલીજન્સ ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી મોરબી કરવામાં આવી છે).#MorbiUpdate #MorbiPolice #GujaratPolice #PoliceTransfers #MorbiNews #Morbi #PoliceInspector