મોરબી : મોરબી નજીક ઘુંટુ ખાતે આવેલ મારમોલા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ હળવદના ડુંગરપુર ગામના વતની મગનભાઈ ભાવુભાઈ આકરિયા ઉ.30 નામના યુવક કામ કરતી વેળાએ સીડી પરથી નીચે પટકાતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.