મોરબી : મોરબીમાં મોચી ચોક નજીક, ખાખરેચી દરવાજા પાસે આવેલ આસ્થાના પ્રતીક સમાન લીલા લીમડાવાળી મેલડી માતાજીના ભવ્ય નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. લીલા લીમડાવાળી યુવા ગ્રુપ દ્વારા આગામી તારીખ ૨૮ માર્ચ, ૨૦૨૬ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.આ નવરંગા માંડવામાં ટંકારાના રાવળ હરેશભાઈ તથા રાવળ વિરમભાઈ માતાજીના દુહા, છંદ અને ગરબાની રમઝટ બોલાવશે. આ પાવન અવસરે આયોજક ગ્રુપ દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને માતાજીના નવરંગ માંડવામાં પધારવા અને દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MeldiMataji #NavrangMandvo #MorbiEvents #MorbiNews