વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમીયાન શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં નદીના ખુલ્લા પટ્ટમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી (1)સુનીલભાઇ શંકરભાઇ સારલા રહે-ખડીપરા, (2)સતીષભાઇ નરશીભાઇ સોલંકી રહે-ખડીપરા (3)રાકેશભાઇ ગોવિંદભાઇ સોલંકી રહે-ખડીપરા (4)વિપુલભાઇ ઠાકરશીભાઇ હીરાણી રહે-ભાટીયા સોસાયટી અને (5)હુશેનભાઇ ઉર્ફે ઓટુ વલીમહમદભાઇ શેખાણી રહે-લક્ષ્મીપરા વાળાઓ રોકડા રૂપિયા 73,200 સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.જ્યારે આરોપી (6) નીકુંજ રમેશભાઇ ડાભી રહે-નવાપરા તેમજ (7) સાગર ઉર્ફે હડો કોળી રહે-મીલ પ્લોટ, વાંકાનેર વાળો નાસી જતા સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.