રાજ્યભરના 254 જેટલા બિન હથિયારી PSI ને PI તરીકે બઢતી અપાઈમોરબી : ગાંધીનગર સ્થિત ડીજી અને આઈજી ઓફ પોલીસની કચેરી દ્વારા રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) વર્ગ-3 ના અધિકારીઓને હંગામી ધોરણે પોલીસ ઈન્સ્પેક્ટર (PI) વર્ગ-2 તરીકે બઢતી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. 29 માર્ચ 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા આ હુકમ મુજબ, રાજ્યભરના કુલ 254 જેટલા અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ નિમણૂંક આપવામાં આવી છે.આ બઢતી અને બદલીઓના આદેશમાં મોરબી જિલ્લા પોલીસ બેડામાં પણ ફેરફારો જોવા મળ્યા છે. મોરબીમાં ફરજ બજાવતા 4 અધિકારીઓની અન્ય સ્થળે બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લામાંથી 1 અધિકારીને બઢતી આપીને મોરબી મુકવામાં આવ્યા છે.મોરબીમાં નિમણૂંક પામેલા અધિકારી:● જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા અગાઉ કચ્છ પશ્ચિમ-ભૂજ ખાતે ફરજ બજાવતા હતા અને હવે બઢતી સાથે તેમની નવી નિમણૂંક મોરબી ખાતે કરવામાં આવી છે.મોરબીથી અન્ય સ્થળે બદલી પામેલા અધિકારીઓ:● ધર્મિષ્ઠા વિશાલ કાનાણી અગાઉ મોરબી ખાતે ફરજ બજાવતા હતા અને હવે તેમની નવી નિમણૂંક વલસાડ ખાતે કરવામાં આવી છે. ● પુષ્પાબેન રમેશભાઇ આહિર અગાઉ મોરબી ખાતે ફરજ બજાવતા હતા અને હવે તેમની નવી નિમણૂંક સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે કરવામાં આવી છે.● વિજય નરોત્તમભાઇ પરમાર અગાઉ મોરબી ખાતે ફરજ બજાવતા હતા અને હવે તેમની નવી નિમણૂંક સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે કરવામાં આવી છે. ● નારણ માયાભાઇ ગઢવી અગાઉ મોરબી ખાતે ફરજ બજાવતા હતા અને હવે તેમની નવી નિમણૂંક સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiPolice #GujaratPolice #PoliceTransfers #MorbiNews #Promotion