મોરબી : મોરબી જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ શાળા-કોલેજ, આરોગ્ય કેન્દ્રો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિશ્વ ક્ષય (ટીબી) દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો યોજાયો હતા. સાથે જ લોકોને આ રોગ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.મોરબીની જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયોવિશ્વભરમાં દર વર્ષે 24 માર્ચના રોજ 'વર્લ્ડ ટીબી દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે મોરબીની જનરલ હોસ્પિટલ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચરાડવાની એન.એલ. આમોદ્રા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેરા યુવા ભારત (MY Bharat) ના વોલેન્ટિયર્સ પણ જોડાયા હતા. આ જનજાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં ક્ષયરોગ (ટીબી) પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને ટીબીના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને સમયસર સારવાર લેવાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિત્તે 5 દર્દીઓને દત્તક લેવાયાવિશ્વ ટીબી દિવસ નિમિત્તે મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સતત ચોથા વર્ષે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા 5 ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે.24 માર્ચ, 1882ના રોજ રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિક દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. તેમની 144મી વર્ષગાંઠ નિમિત્તે સંસ્થાએ આ વર્ષે પણ 5 ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લઈને તેમને પૌષ્ટિક આહાર કિટ અર્પણ કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ ટીબી જેવી ગંભીર બીમારી સામે લડતા દર્દીઓને યોગ્ય પોષણ અને સહકાર આપીને તેમની સારવારમાં મદદરૂપ થવાનો છે, જેથી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે અને તેમના જીવનમાં ફરીથી ખુશીઓ આવી શકે.આ સેવાકાર્યમાં સંસ્થા દ્વારા ટીબી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર પિયુષભાઈ જોશીનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં હાલ અંદાજે 850 જેટલા ટીબીના દર્દીઓ હોવાનું માનવામાં આવે છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે.મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અન્ય લોકોને પણ આ સેવાકીય કાર્યમાં જોડાઈને આ યાત્રાનો ભાગ બનવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અંતમાં, તમામ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય અને સામાન્ય જીવન તરફ પરત ફરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #WorldTBDay #HealthAwareness #NursingCollege #TBFreeIndia #HealthNews #Barwala #Maliya #muskanwelfaresociety #TBAwareness